હું આધાર ઓવીડી કેવાયસી અથવા ઈ-કેવાયસી અથવા ઓફફલાઈન વેરિફિકેશન કરવાનું અપનાવવા અને મારો આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી, ઈ-આધાર, એક્સએમએલ, માસ્ક્ડ આધાર, આધારની વિગતો, જનસાંખ્યિક માહિતી, ઓળખની માહિતી, આધાર નોંધણીકૃત મોબાઈલ નંબર અને ફેસ ઓથેન્ટિકેશન વિગતો અને/અથવા બાયોમેટ્રિક માહિતી (એકત્રિત રીતે “માહિતી”) સુપરત કરવા માટે સ્વૈચ્છિક સંમતિ આપું છું.
હું મારી બેન્કને માહિતગાર કરું છું કેઃ
(i) આધાર સુપરત કરવાનું ફરજિયાત નથી અને કેવાયસી અને ઓળખ સ્થાપિત કરવા માટે આધાર સિવાય વિધિસર પ્રમાણિત દસ્તાવેજો સાથે પ્રત્યક્ષ કેવાયસીની રીત સહિત વૈકલ્પિક વિકલ્પો છે અને મને બધા વિકલ્પો આપવામાં આવ્યા હતા.
(ii) ઈ-કેવાયસી / ઓથેન્ટિકેશન / ઓફફલાઈન વેરિફિકેશન માટે બેન્ક સીઆઈડીઆર / યુઆઈડીએઆઈ સાથે આધાર નંબર અને / અથવા બાયોમેટ્રિક્સ આદાનપ્રદાન કરશે અને સીઆઈડીઆર / યુઆઈડીએઆઈ બેન્ક સાથે ઓથેન્ટિકેશન ડેટા, આધાર ડેટા, જનસાંખ્યિક વિગતો, નોંધણીકૃત મોબાઈલ નંબર, ઓળખની માહિતીનું આદાનપ્રદાન કરસે, જે નીચે અનુક્રમ 3માં ઉલ્લેખિત સૂચિત હેતુઓ માટે ઉપયોગ કરાશે.
હું નિમ્નલિખિત સૂચિત હેતુઓ માટે બેન્ક (અને તેની સેવા પ્રદાતાઓ)ને મારી અધિકૃતિ અને સંમતિ આપું છું.
પીએમએલ ધારા 2002 અને તેના હેઠળના નિયમો અને આરબીઆઈની માર્ગદર્સિકાઓ અનુસાર કેવાયસી અને સમયાંતરે કેવાયસી પ્રક્રિયા અથવા મારી ઓળખ સ્થાપિત કરવા, મારી ઓળખ હાથ ધરવા, ઓફફલાઈન વેરિફિકેશન અથવા ઈ-કેવાયસી અથવા હા/ ના ઓથેન્ટિકેશન, જનસાંખ્યિક અથવા અન્ય ઓથેન્ટિકેશન/ વેરિફિકેશન / ઓળખ બધાં અકાઉન્ટ, સુવિધાઓ સેવાઓ અને મોજૂદ અને ભાવિ બેન્કનાં / થકી સંબંધો માટે લાગુ કાયદા અનુસાર મંજૂરી આપી શકાય છે,
માહિતી જમા, આદાનપ્રદાન, સંગ્રહ, સંવર્ધન, રેકોર્ડસની જાળવણી અને માહિતી અને ઓથેન્ટિફિકેશન/ વેરિફિકેશન / ઓળખના રેકોર્ડસનો ઉપયોગઃ (એ) ઉક્ત સૂચિત હેતુઓ માટે, (બી) ઉપરાંત નિયામક અને કાનૂની રિપોર્ટિંગ અને ફાઈલિંગ્સ અને/ અથવા (સી) જ્યાં લાગુ કાયદા અનુસાર આવશ્યક હોય,
આધાર એનેબલ્ડ પેમેન્ટ સર્વિસીસ (એઈપીએસ) માટે મારું અકાઉન્ડ અભિમુખ બનાવવું,
કાયદાની કોર્ટ, કોઈ પણ સત્તા સામે અથવા લવાદમાં સહિત પુરાવાના હેતુથી સંમતિ, માહિતી અથવા ઓથેન્ટિકેશન, ઓળખ, વેરિફિકેશન વગેરેના રેકોર્ડસ અને લોગ્સ રજૂ કરવા.
સમજું છું કે આધાર નંબર અને મુખ્ય બાયોમેટ્રિક્સ કાયદા અનુસાર સિવાય અને સીઆઈડીઆર સુપરત કરવા માટે સંગ્રહ / આદાનપ્રદાન નહીં કરાશે. મેં મારા આધઆર નોંધણીકૃત મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપીનો ઉપયોગ કરીને પોતાને માટે ઈ- આધાર ડાઉનલોડ કર્યો છે. હું જો મારા દ્વારા આપવામાં આવેલા આ દસ્તાવેજો બરોબર નહીં હોય અથવા કોઈ પણ ખોટી માહિતી હોય તો બેન્ક કે તેના અધિકારીઓને જવાબદાર નહીં ધરીશ.
માહિતી જમા કરવા માટે ઉક્ત સંમતિ અને હેતુ મને મારી સ્થાનિક ભાષામાં સમજાવવામાં આવ્યા છે.